तओ आयरक्खा पण्णत्ता, तं जहा- धम्मियाए पडिचोयणाए पडिचोएत्ता भवइ, तुसिणीए वा सिया, उट्ठित्ता वा आयाए एगंतमंतमवक्कमेज्जा ।

Shree Thanag Sutra | Sthan 3 | Uddeshak 3

English     |     हिन्दी     |    ગુજરાતી


Meaning:

There are 3 types of self-preservation.
Explaining the person through spiritual inspiration
Even after giving spiritual inspiration if the circumstances are not favourable, then to keep mum (maun)
If there is no scope of keeping quiet or ignoring then to leave the place and stay alone

Interpretation:

Arguments will always be different from one person to another. Number of arguments is directly proportional to number of people. When our mindset does not match with the one’s around us then this difference of opinion leads to dissension. This dissonance converts the affectionate relations to antipathy. Superscientist Bhagwan Mahavir has beautifully explained how we can stay clear of these arguments with calmness. The first step being- Understanding. The one who is understanding will keep their outbreak in check and tries to explain the right and wrong to the other person. But when je realises that the other person is getting aggravated, he should be quiet and use maun – 2nd step. Maun will be beneficial because as our counter arguments stop, 50% of the opposition’s arguments shall stop right there. Even if maun does not change the situation, then the person should leave the place alone. Which shall bring a full stop to the conflicting environment.
If improving the situation is not in our hands than by walking away atleast we can save from making the conditions worse.
This way, staying calm and composed in every circumstance is the essence given in Jinaagam


भावार्थ:

आत्मरक्षक के 3 प्रकार कहे है।

धार्मिक प्रेरणा से प्रेरित  करने वाले।

प्रेरणा प्रदान करने की स्थिति न हो तो मौन धारण करनेवाले ।

मौन और उपेक्षा करने की स्थिति न हो तो वहां से उठकर एकांत में जाने वाले ।

विवेचन:

विचारधारा हर एक व्यक्ति को दूसरे व्यक्ति से अलग बनाती है । जितने व्यक्ति उतनी विचारधाराएं। जब हमारी विचारधारा हमारे अपनो से ही नहीं मिलती तब संबंधों में आए हुए मन भेद मत भेद में परिवर्तित होने लगते है । यही मत भेद संबंधों की मिठास को, या संबंधों में रहे स्नेह को द्वेष में परिवर्तित करने लगते हैं । मनोवैज्ञानिक तत्व के धारक भगवान महावीर ने ऐसे मतभेद की समस्या का समभाव से समाधान करते हुए कहा कि मतभेद को दूर करने का सबसे पहला शस्त्र होता है – समझ । जो स्वयं समझदार है वह आवेश को वश में रखकर सामने वाले को सही और ग़लत समझने की तैयारी रखता है । लेकिन जब उसे लगे कि समझाने से व्यक्ति उग्र हो रहा है, तब उसे अपने शब्दों को विराम देकर मौन शस्त्र का उपयोग करना चाहिए। मौन का परिणाम यह होगा कि जैसे हमारे वितर्क बंद हो जाएंगे तो उस व्यक्ति के तर्क आपने आप 50% शांत होने लगेंगे । अगर मौन भी मतभेद की परिस्थिति को नहीं बदल पाता, तब भगवान कहते है की हमे उस स्थान को छोड़ देना चाहिए। जिससे उस राग द्वेष और अशांति के वातावरण में एक अल्पविराम लग सकता है | अगर परिस्थिति को सुधारना हमारे हाथ में ना हो तो उस स्थान को छोड़ देने से हम उसे बिगड़ने से तो बचा सकते है ।

इस प्रकार हर एक परिस्थिति में समभाव का समाधान जहां मिले वहीं जिनागम का सार है।


ભાવાર્થ :

આત્મરક્ષકના ત્રણ પ્રકાર કહ્યાં છે.
ધાર્મિક પ્રેરણાથી પ્રેરિત કરનારા.
પ્રેરણા પ્રદાન કરવાની સ્થિતિ ન હોય તો મૌન ધારણ કરનારા.
મૌન અને ઉપેક્ષા કરવાની સ્થિતિ ન હોય તો ત્યાંથી ઊઠીને એકાંતમાં જનારા.

વિવેચન:

વિચારધારા દરેક વ્યક્તિને બીજી વ્યક્તિથી અલગકરતી હોય છે. જેટલી વ્યક્તિ એટલી વિચારધારા. જ્યારે આપણી વિચારધારા આપણાં પોતાનાઓથી જ નથી મળતી ત્યારે સંબંધોમાં આવેલાં મનભેદ, મતભેદમાં પરિવર્તિત થવા લાગે છે. આ જ મતભેદ સંબંધોની મીઠાશને અથવા સંબંધોમાં સમાયેલાં સ્નેહને દ્વેષમાં પરિવર્તિત કરવા લાગે છે. મનોવૈજ્ઞાનિક તત્વના ધારક ભગવાન મહાવીરે આવા મતભેદની સમસ્યાનું સમભાવથી સમાધાન કરતાં કહ્યું કે, મતભેદને દૂર કરવાનું સૌથી પહેલું શસ્ત્ર હોય છે – સમજ. જે સ્વયં સમજદાર છે તે આવેશને વશમાં રાખીને સામેવાળાને યોગ્ય અને અયોગ્ય સમજાવવાની તૈયારી રાખે છે. પણ જ્યારે તેને લાગે કે, સમજાવવાથી તે વ્યક્તિ ઉગ્ર બની રહી છે, ત્યારે તેણે પોતાના શબ્દોને વિરામ આપીને મૌન શસ્ત્રનો ઉપયોગ કરવો જોઈએ. મૌનનું પરિણામ એ આવશે કે જેવા આપણાં વિતર્ક બંધ થઈ જશે તો તે વ્યક્તિના તર્ક પણ 50% શાંત થવા લાગશે.જો મૌન પણ મતભેદની પરિસ્થિતિને ન બદલી શકે, તો ભગવાન કહે છે કે આપણે તે સ્થાનને જ છોડી દેવું જોઇએ જેથી તેવા રાગ-દ્વેષ અને અશાંતિના વાતાવરણમાં એક અલ્પવિરામ લાગી શકે. જો પરિસ્થિતિને સુધારવી આપણાં હાથમાં ન હોય તો તે સ્થાનને છોડી દેવાથી પરિસ્થિતિને વધારે બગડતાં તો બચાવી શકીએ.
આ પ્રકારે દરેક પરિસ્થિતિમાં સમભાવનું સમાધાન જ્યાં મળે છે તે જ જિનાગમ સાર છે.

Write A Comment