मुसं ण बूया मुणि अत्तगामी, णिव्वाणमेयं कसिणं समाहिं ।
सयं ण कुज्जा ण वि कारवेज्जा, करंतमण्णं पि य णाणुजाणे ॥
Shree Suyagadang Sutra | Adhyayan 10 | Gatha 22
Meaning:
Steering away from speaking lies is considered as the way to attain higher consciousness and moksha for an ascetic who wishes to enrich His soul.
Interpretation:
A meaningful life is not measured by acquiring relations or things but true meaning of life is to experience inner peace. Inner peace i.e mental happiness, also known as contentment. One might have all the facilities and comforts of the world but if his peace of mind is disturbed, if he is not able to experience inner satisfaction, then all the wealth and luxuries is of no use, it’s all in vain.
Everything has some or the other value but inner contentment is priceless. And Bhagwan has showed us a way to attain this inner peace- the one who refrains from speaking lies achieves complete contentment of emotion. Greed, to make someone happy, pretending to be someone you are not gives birth to speaking lies.
Sometimes we utter untruthful statements due to anger or fear. And sometimes we even lie for fun. When we wear the mask of pretence and lies to look good in front of others, to hide one lie starts a chain of many lies. And to prove the false statement as true one has to go through tedious unnecessary planning which does not let him experience inner peace. One lie can get you temporary success but you loose your chance at permanent happiness. And that is why the one who does not speak lies, does not make others speak lies, and does not encourage anyone who does, is the one who invites mental peace and stability in their lives. To not use false statements guarantees inner peace and contentment- and this is the Jinaagam summary.
भावार्थ:
आत्महितगामी मुनि असत्य बोलने के त्याग भाव को समाधि और मोक्ष का कारण मानते हैं। स्वयं असत्य ना बोले, अन्य के पास से भी असत्य का सेवन ना करे, और जो असत्य बोल रहा है, उसकी अनुमोदना ना करे वहीं सम्पूर्ण भाव समाधि हैं।
विवेचन:
जीवन की सार्थकता व्यक्ति या वस्तु की प्राप्ति से नहीं मापी जा सकती लेकिन सार्थकता वह है जो आंतरिक संतोष की अनुभूति करवाती है ।आंतरिक संतोष अर्थात् मानसिक प्रसन्नता जिसे हम समाधि भाव भी कह सकते है। किसी के पास दुनिया की सभी सुविधा अनुकूलता क्यो ना हो लेकिन अगर उसका मन शांत नहीं है, अगर वह आंतरिक समाधि का अनुभव नहीं कर पा रहा है तो उस प्रसिध्दि और समृध्दि का कोई अर्थ नहीं है ,वह व्यर्थ हैं ।
हर एक वस्तु का कोई ना कोई मूल्य ज़रूर होता है पर समाधि , वह अमूल्य होती है। और इस अमूल्य समाधि की प्राप्ति का उपाय बताते हुए भगवान महावीर कहते है कि, जो असत्य का त्याग करता है वह सम्पूर्ण भावसमाधि को प्राप्त कर सकता है। झंखना (कुछ पाने की आशा), किसी को ख़ुश रखने के भाव, अच्छा दिखने की वृत्ति से असत्य जन्म लेता है।
कभी क्रोध के वश हम असत्य बोलते है तो कभी भय के कारण असत्य उच्चारण करते है।
कभी तो हास्य या विनोद वृत्ति करते-करते हम असत्य बोल देते हैं। अच्छा दिखने के लिए जब हम असत्य का मुखौटा पहनते है तब एक वास्तविकता को छुपाएं रखने के लिए, एक असत्य वचन अनेक असत्य वचनों की परम्परा का सर्जक बन जाता हैं। असत्य को सत्य साबित करने के लिए व्यक्ति को इतने सारे प्रपंच करने पड़ते है की वह मानसिक शांति का अनुभव ही नहीं कर पाता। एक असत्य, प्रसिद्धि की प्राप्ति करवा सकता है लेकिन प्रसन्नता को गवां देता है।
इसलिए जो असत्य का प्रयोग नहीं करता , अन्य के पास से नहीं करवाता , न हीं करनेवाले की अनुमोदना करता हैं वह जीवन में मानसिक समाधि को आमंत्रित करते है। सत्य मानसिक समाधि का कारण बनती है यहीं जिनागम सार है।
ભાવાર્થ:
આત્મહિતગામી મુનિ અસત્ય બોલવાના ત્યાગભાવને સમાધિ અને મોક્ષનું કારણ માને છે. સ્વયં અસત્ય ન બોલે, અન્ય પાસેથી પણ અસત્યની સેવના ન કરાવે અને અસત્ય બોલનારની અનુમોદના ન કરે તે જ સંપૂર્ણ ભાવ સમાધિ છે.
વિવેચન:
જીવનની સાર્થકતાનું માપદંડ વસ્તુ કે વ્યક્તિની પ્રાપ્તિથી નથી આંકી શકાતું. સાર્થકતા આંતરિક સંતોષની અનુભૂતિમાં સમાયેલી છે. આંતરિક સંતોષ અર્થાત માનસિક પ્રસન્નતા જેને આપણે સમાધિભાવ પણ કહી શકીએ છીએ. કોઈની પાસે દુનિયાની દરેક સુવિધાઓ અને અનુકુળતાઓ પણ હોય છતાં જો એનું મન શાંત નથી, જો તે આંતરિક સમાધિનો અનુભવ નથી કરી શકતા તો તેવી પ્રસિદ્ધિ અને સમૃદ્ધિનો કોઈ અર્થ ન હોય, તે વ્યર્થ હોય.
દરેક વસ્તુનું કંઈક ને કંઈક મૂલ્ય અવશ્ય હોય છે પરંતુ સમાધિ અમૂલ્ય હોય છે. અને એવી અમૂલ્ય સમાધિની પ્રાપ્તિનો ઉપાય બતાવતા ભગવાન મહાવીર કહે છે કે, જે અસત્યનો ત્યાગ કરે છે તે સંપૂર્ણ ભાવ સમાધિને પ્રાપ્ત કરી શકે છે. ઝંખના ( કંઈક પામવાની આશા ), કોઈકને ખુશ રાખવાના ભાવ કે સારું દેખાવાની વૃત્તિમાંથી અસત્યનો જન્મ થતો હોય છે. ક્યારેક ક્રોધને વશ આપણે અસત્ય બોલતાં હોઈએ તો ક્યારેક ભયના કારણે અસત્યનું ઉચ્ચારણ કરતાં હોઈએ. ક્યારેક તો હાસ્ય કે વિનોદ વૃત્તિ કરતાં-કરતાં આપણે અસત્ય બોલતાં હોઈએ. સારા દેખાવા માટે જ્યારે આપણે અસત્યનું મહોરું પહેરી લઈએ છીએ ત્યારે, એક વાસ્તવિકતાને છૂપાવી રાખવા માટેનું એક અસત્ય વચન અનેક અસત્ય વચનોની પરંપરાનું સર્જક બની જાય છે. અસત્યને સત્ય સાબિત કરવા માટે વ્યક્તિને એટલા બધાં પ્રપંચ કરવા પડે છે કે તે માનસિક શાંતિનો અનુભવ નથી કરી શકતાં. એક અસત્ય પ્રસિદ્ધિની પ્રાપ્તિ કરાવી શકે છે પરંતુ પ્રસન્નતાને ખોરવી નાંખે છે.
માટે, જે અસત્યનો પ્રયોગ નથી કરતાં, અન્ય પાસેથી નથી કરાવતાં કે કરવાવાળાની અનુમોદના પણ નથી કરતાં, તે જીવનમાં માનસિક સમાધિને આમંત્રિત કરે છે. સત્ય માનસિક સમાધિની જનની છે તે જિનાગમ સાર છે.